દેશભક્તિ અને ડફોળ શૂરવીરો
કોઈવાર એવું થાય કે ફેસબુક પર ન્યુઝ ફીડ જોતા હોઈએ , ને અચાનક એક ફોટો આંખે અથડાય . ભારતભૂમિ માટે જીવ દઈ દેનાર કોઈ પનોતા સૈનિકનો ફોટો હોય . તિરંગામાં લપેટેલી લાશ જોઇને હૃદય થોડું ભારે થાય , પણ એની બહાદુરીને મન સલામ ઠોકીને બોલતું હોય કે - "જ્યાં સુધી તમારા જેવા વીર આ ધરતી પર પાકશે , ત્યાં સુધી આ ધરા સાબૂત જ રહેશે , કોઈ પારકો વાળ પણ વાંકો નઈ કરી શકે આ દેશનો ."
પણ ફોટા સાથે લખેલા લખાણ પર નજર પડે પછી : " બોલીવૂડની હિરોઈનનો ફોટો તો ફટાક દઈને લાઈક અને શેર કરો છો . ચાલો આ ફોટાને પણ લાઈક અને શેર કરીને સાબિત કરો કે તમે ગદ્દાર / પાકિસ્તાની / દેશદ્રોહી નથી ."
આટલું વાંચીને પછી મારા મગજનો પારો થર્મોમીટર તોડીને બહાર આવી જાય . હું નામ જોઉં એ મૂકવા વાળાનું , મનમાં ૨-૩ ટનની જોખાવું અને લાઈક કર્યા વગર જ જવા દઉં . આ સાલી જબરી સ્કીમને ! ફોટો હું લાઈક કરી દઉં , એટલે તાત્કાલિક હું દેશભક્ત સાબિત થઇ જાઉં . અને ના લાઈક કરું એટલે દેશદ્રોહી ગદ્દાર ! હાક થૂ , તારી આ માનસિકતાને . સાલા એક દેશભક્તની પવિત્ર લાશ પર આવી લાઈક ઉઘરાવતાં પહેલા પણ શરમ આવવી જોઈએ . ઘેટાં છાપ બુદ્ધુઓ આટલા સસ્તામાં દેશભક્ત સાબિત થઇ જવાતું હોય એટલે લાઈકના ઢગલા ય કરી આપે , ને તારા જેવા નરાધમો એ જોઇને ખુશ થતાં હોય કે - જોયું ? આપણી પોસ્ટ પર કેટલી બધી લાઈક આવી ! ગદ્દાર તો આવી માનસિકતા વાળા તમે છો , જે એક રીતે નેશનલ બ્લેક્મેઇલિન્ગ કરીને લાઇક ભેગી કરવાનો વિકૃત આનંદ ઉઠાવો છો .
એન્ડ બાય ધ વે , મને દેશભક્ત કે ગદ્દારનું સર્ટીફીકેટ ફાડી આપવાવાળો તું કોણ ? મેં તો ' નેશનલ ડીફેન્સ એકેડમી ' ની એન્ટ્રેન્સ એક્ઝામ પણ પાસ કરેલી છે , પણ શારીરિક યોગ્યતામાં ફીટ ના થતાં ઈન્ટરવ્યું ના આપી શક્યો . ઇન્ડિયન નેવીમાં પણ ચશ્માના લીધે ' રીજેક્ટ ' લખીને ફોર્મ પાછું આવ્યું . મતલબ કે દેશના લશ્કરમાં જવાના પૂરતા અને સંનિષ્ઠ પ્રયાસ હું એક કરતાં વધું વખત કરી ચુક્યો છું . ચલ હવે તારું બોલ . શું તું આર્મીનો કમાન્ડર છે ? નથી ? તો કદાચ નેવીનો કેપ્ટન હોઈશ . એ પણ નથી ? તો એટ લિસ્ટ , ઐર ફોર્સના સપોર્ટ સ્ટાફમાં તો હોઈશ ને ? લો , એ ય નથી ? તો શું લૂમ લેવા ગામમાં દેશભક્તિના સર્ટીફીકેટ ફાડવા નીકળ્યો છે ? હવાલદાર જેટલી તો હેસિયત નથી , ને લોકોએ દેશભક્ત સાબિત થવા શું કરવું એની સલાહો આપીશ તું ? બીજી વાર હાક થૂ .
અને , ચલ લશ્કરને છોડ . કદી વેફર , ચિપ્સ કે બિસ્કીટના પેકેટ્સ ખાઈને એના પ્લાસ્ટિક રેપર્સ કચરા ટોપલીમાં ફેંક્યા છે ? કદી ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કર્યા વગર વ્યવસ્થિત રીતે , જરૂર વગર હોર્ન માર્યા વગર ગાડી ચલાવી છે ? કદી પોતાની નાતના ગુંડાને મત આપી આવ્યા વગર , જે ખરેખર લાયક છે એવા ઉમેદવારને મત આપ્યો છે ? સરકારી માલિકીની વસ્તુઓને પોતાના બાપની જાગીર સમજીને બગાડ્યા વગર એનો ઉપયોગ કર્યો છે ? પોતાના વિચાર સાથે સહમત હોય એ સમજદાર , બાકી બધા ડફોળ એવું મનમાં રાખ્યા વગર દરેકની વાત સાંભળી છે ? જો તું આ બધું નથી કરતો , તો પહેલો ગદ્દાર અને દેશદ્રોહી તો તું પોતે જ છે . તો તારા આ દેશભક્તિના સર્ટીફીકેટ તારા ઘરમાં જ રાખ . શિયાળો છે , સવારે ચૂલો સળગાવવા કામ લાગશે .
અને હા , ત્રીજી વાર હાક થૂ !!!

સારો આક્રોશ... પણ આવા લોકો માટે એની કોઇજ જરુર નથી. ખબર નહી, આ "લાઇક" મેળવીને તે શું સાબિત કરવા માંગે છે? ઓહોહો... જુવો મેં કેટલી સરસ પોસ્ટ મુકી અને કેટલા બધાએ તેને લાઇક આપી...અલા બુધ્ધિના બળખા....કોઇ લાઇક આપે એટલે એનો અર્થ એ નહી કે તે આપનારને તારી પોસ્ટ ગમી છે....બિચારાએ વ્યવહાર પણ સાચવ્યો હોય કે તારી નોંધ લીધી છે અને મારી પોસ્ટ હોય તો તુ પણ "લાઇક" આપજે, અથવા, ચલો એક કામ પત્યુ..."લાઇક" આપી એટલે ફ્રેન્ડશીપ સચવાઇ ગઈ... આવા કારણો પણ હોઇ શકે છે. અને તુ તો અહીં બ્લેકમેઈલ કરે છે... "આમ હોય તો આવુ કરો..."
ReplyDeleteદેશભક્તિની વાત હોય તો, આવા સૈનિકોના લાચારીના ફોટા મુક્યા સિવાય દેશભક્તિનુ એક સારુ સ્ટેટસ લખને..... અને સરહદ પર જવુ તે જ દેશભક્તિ નથી..તને અને તારી આસપાસના વાતાવરણને દેશ પ્રેમ માટે તૈયાર કરવા તેપણ એક જાતની દેશભક્તિ જ છે.
હશે.... આવા લોકોનેય આપણે વેંઢારવાના હોય છે તેય એક દેશભક્તિ જ છે ને!!
ઓહ... હાક થુ કરવાનુ રહી ગયુ..." હાક થુ"!
DeleteExactly Mukesh Raval sir . That's what I wanted to say.
ReplyDelete