કોઇક
દિવસ આવું ય થાય...!!
જાનની
લકઝરીમાંથી ઊતર્યા . તરસ લાગી હતી જોરદાર
, અમને બંનેને- મને અને યશને. ઊતારો હતો ત્યાં વરરાજા માટે ઘોડો તૈયાર
જ હતો. ત્યાંથી લગનની ચોરી સુધી જવા માટે ડીજેની વ્યવસ્થા હતી. જાનૈયા જોડાઇ ગયા નાચવામાં
. પણ અમને તો તરસ લાગેલી , એટલે નજર ફેરવી પાણીનું કાઉન્ટર શોધવા
. થોડેક જ દૂર જમણવારનો મંડપ હતો. સીધા જ મંડપની પાછળ પાણી હતું ત્યાં જઇને પાણી પીધું.
સરસ
મજાની રસોઇની સુગંધ આવતી હતી,
એટલે અચાનક ભૂખ લાગી ગઈ. લોકો ભલે નાચે, આપણે તો
પહેલાં પેટપૂજા. અમારા જેવા બીજા ચાર-પાંચ પેટપૂજારીઓને બોલાવ્યા, ને બૅક સાઇડથી એન્ટ્રી મારી. ડીશ લઇને ઝાપટવાનું ચાલુ કરી જ દીધું . અડધું
પત્યું પછી યાદ આવ્યું કે સુપ પીવાનો તો રહી જ ગયો. જઈને સુપ પી આવ્યા . ઓહ
, ચાઇનીઝ પણ છે. પિત્ઝા પણ છે. મઝા આવી ગઈ . પણ સાલુ હજુ જાનૈયામાંથી
કોઇ જમવા કેમ ના આવ્યું ? બહુ નાચ્યા આ લોકો. નાચવા દો. આપણે
તો પહેલાં જમવું, ને પછી ભમવું .
જમવાનું
લગભગ પૂરૂ થવા આવ્યું . એટલામાં જમણવારમાં હલચલ શરૂ થઇ. લો, કન્યા જમવા આવી . જોઈ તો
લઇએ ભાભી કેવાં છે ! પાછળ જ વરરાજા પણ આવ્યાં . મેં અને યશે વરરાજાને જોયા,
પછી એકબીજા સામે જોયું. કંઈ જ બોલ્યા વગર અમે બહાર જઈને ડીશ મૂકી,
પાણી પીધું અને મંડપના મેઇન ગેટ આગળ આવ્યા . લગનનું પોસ્ટર જોયું - મેહુલ
વેડ્સ દર્શના...
ઓત્તારી !! આ મેહુલ કોણ છે ?? અમે તો ડૉક્ટર રોહિતની
જાનમાં આવ્યા હતા. થોડે દૂર નજર પડી. ત્યાં બીજો એક મંડપ હતો . ઓહ્હ.. હવે ખબર પડી
કે જમવામાં અમારા જાનૈયા કેમ નહોતા દેખાતા . એ તો બધા અહીં હતા. અમારે જમવામાં રોંગ
નંબર લાગી ગયો !!! ખોટી જગ્યા એ જમી આવેલા અમે. પણ હવે શું ? કોઇને કંઈ કીધા વગર મનમાં ને મનમાં મલકાતા મલકાતા ભળી ગ્યા બધાની સાથે.
આજે
તો ૬ ઈડિયટ્સ બાકાયદા ઇજ્જતથી બીજે જમી આવ્યા, ને કોઇ વાઇરસને ખબર પણ ના પડી. કોઈએ પૂછ્યું
ય નઈ કે- ચાંલ્લો કોણ તમારો કાકો કરશે ?? હરિ હરિ !!!

હાહાહાહા.... સારુ છે કે તમે કોઇની જાન મામ આવેલા જ હતા અને ભુલથી થયુ.... બાકી વગર જાન વાળા પણ જમી જતા હોય છે.
ReplyDelete