ગાંડું
કોણ ? હું , તમે કે આપણે ?
ચલો
, હું તમને
એક વાર્તા કહું. એક શક્તિશાળી જાદુગર , એક આખા રાજ્યને તહેસ-નહેસ
કરવા માંગતો હતો . એટલે એણે રાજ્યના રહેવાસીઓ જ્યાંથી પાણી પીતા
એ કૂવામાં એક જાદૂઇ દવા મેળવી દીધી . જે પણ એ દવાવાળું પાણી પીવે
એ ગાંડું થઇ જાય .
બીજા દિવસે સવારે , રાજ્યની બધી જનતાએ કૂવામાંથી પાણી પીધું, અને બધા લોકો ગાંડા થઈ ગયા . બાકી રહ્યો ફક્ત એક પરિવાર , રાજા અને એમનો પરિવાર . કેમ કે એમના માટે એક કૂવો અલગ હતો , જે જાદૂગરના જાણબહાર રહેવાથી ઝેરમુક્ત રહી ગયો હતો . લોકોની દશા જોઈને રાજાને ચિંતા થઈ . એટલે એણે નિયામક સુરક્ષા અને જાહેર સ્વાસ્થ્ય માટે રાજ-હુકમ બહાર પાડ્યા . જો કે , રાજ્યની પોલિસ અને અમલદારોએ પણ પેલા કૂવામાંથી જ પાણી પીધું હતું , એટલે એમણે વિચાર્યું કે રાજાના નિર્ણયો હાસ્યાસ્પદ છે , એટલે એમણે કોઈપણ પગલાં ના લેવાનું નક્કી કર્યું .
જ્યારે રાજ્યનાં રહેવાસીઓએ આ ફતવા સાંભળ્યા ત્યારે એ બધા સમજી ગયા કે રાજા ગાંડો થઈ ગયો છે , એટલે જ હવે આવા વાહિયાત હુકમો આપી રહ્યો છે . પ્રજાજનોએ કિલ્લા પર કૂચ કરી અને રાજાને પદત્યાગ કરવા જણાવ્યું .
નિરાશ થયેલા રાજાએ સત્તા પરથી ઊતરી
જવાની તૈયારી કરી લીધી , પણ રાણીએ એને રોક્યો , અને કહ્યું : " ચાલો આપણે પણ જઈને જાહેર કૂવામાંથી પાણી પી લઈએ
. પછી બધું પહેલા જેવું જ થઈ જશે . "
પછી એમણે એ જ કર્યું : રાજા અને રાણીએ પાગલપનનું
પાણી પી લીધું અને તરત એ પણ નિરર્થક વાતો કરવા લાગ્યા . એ જોઈને
પ્રજાજનોને પસ્તાવો થયો ; હવે રાજા આટલું ડહાપણ બતાવે છે , તો કેમ એને જ રાજ્યાની સત્તા પર ચાલુ ના રાખવો જોઈએ ?
અને પછી , એ રાજ્ય ફરીથી શાંતિથી
રહેવા લાગ્યું . અલબત્ત , એના રહેવાસીઓ
એમનાં પાડોશી રાજ્યોનાં લોકો કરતાં તદ્દન અલગ રીતે વર્તતા હતા . અને , રાજાએ જીવ્યો ત્યાં સુધી આરામથી રાજ કર્યું .
#Veronika_Decides_To_Die
(#Paulo_Coelho )
અનુવાદક
: બીજું કોણ
હોય ? ( એટલે મેં કર્યો એમ !! )
બાય
ધ વે , આપણી
આજુબાજુ પણ આવું જ ચાલતું હોય એવું તમને નથી લાગતું ?? કે પછી
તમે પણ એ જ કૂવાનું પાણી પી લીધું છે ?

આવેસોમે (awesome) !!!
ReplyDelete