કેવી-કેવી જગ્યાઓએથી રિપ્લાય કર્યો છે તને !! સવારે ઉઠીને પહેલો મેસેજ તને, ઊંઘતા પહેલાનું છેલ્લું ગૂડ નાઇટ તને . હાલતાં-ચાલતાં રોડ પર સામેથી આવતી રિક્ષા જોડે ટકરાઈને ય રિપ્લાય કર્યો છે તને ! વરસતા વરસાદમાં પ્લાસ્ટીકની થેલીમાંથી મોબાઈલ કાઢીને , શિયાળાની કડકડતી ઠંડીમાં રજાઇમાંથી થરથરતો હાથ બહાર કાઢીને ય તારા "હાઈઈઈ " નો રિપ્લાય કર્યો છે ! ટ્રેઈનની ગિરદીમાં પિસાતા-પિસાતા , ગાંડા થયેલા આખલાની માફક દોડતી AMTSમાં દરવાજાની બહાર અડધા લબડતા ય રિપ્લાય કર્યો છે તને ! ચાલુ લેક્ચરમાં બેગમાં ફોન સંતાડીને , ભર ઊંઘમાં ડોળા ફાડી-ફાડીને ય રિપ્લાય કર્યો છે તને ! ચાની ચૂસ્કી લેતાં-લેતાં , રાત્રે ૩ વાગ્યે તીનપત્તી રમતાં-રમતાં ય રિપ્લાય કર્યો છે તને ! હજામની દુકાને વાળ કપાવવા બેઠા-બેઠા , ટોવેલ પહેરીને બાથરૂમમાં જતાં-જતાં ય રિપ્લાય કર્યો છે તને !
અને તું ? તું મને " ttul " કહી ગઈ ? સાલું મને તો એનો મતલબ ય નહોતી ખબર ! 17 એમ.બી. જ ડેટા પેક બાકી હતું , તો ય મેરિયમ વેબસ્ટર ઈંગ્લીશ ડીક્ષનરી ઇન્સ્ટોલ કરી . એમાં ના મળ્યું તો ભાઈની ઓક્સફર્ડ કંસાઇઝ ડીક્ષનરી ય ઉથલાવી જોઈ . મારું બેટું તારું આ ttul તો એમાં ય નહિ . કૈંક ઇમ્પોર્ટન્ટ હશે એવું વિચારીને કેવો ઘાંઘો થઇ ગયેલો હું !! આ તો સારું થયું કે થોડું ઘણું ઈંગ્લીશ આવડતું હોય એવા ફ્રેન્ડસ પણ છે મારે , તે મેં શરમાતાં શરમાતાં એમને ય પૂછી જોયું ! એમાં જ મારું મગજ ગયું પછી , ભાઈબંધે તો મોઢા પર જ કહી દીધું કે "એલા આ તો તને 'હેરાન ના કર' એવા મતલબનું કહી ગઈ . ttul એટલે talk to u later !! હમણાં તારા માટે ટાઈમ નથી, પછી વાત કરું છું ! "
કેવી-કેવી જગ્યાઓએથી રિપ્લાય કર્યો છે તને !! અને તું ?
Superb....
ReplyDeleteThanks for that reply😁
ReplyDelete