મને તો હજુ નથી સમજાતું કે દલિત શું છે, 'ને સવર્ણ શું છે? કેમ છે આ બધું? હું એક એવી વ્યક્તિ છું જે દુનિયાની ચિંતા ક્યારેય કરતી નથી. મને બસ જીવનની પ્રત્યેક પળને એન્જોય કરવી છે, બસ મજા કરવી છે. આ દુનિયા મારા જેવા લોકોની તો બની છે.. તો પછી આ બધું કેમ થઇ રહ્યું છે એ કોઈ સમજાવશે મને? અરે આજે મને આવા વિચારો કેમ આવે? કદાચ સાવ નવરાશની પળોમાં હું ન્યુઝ જોઈને પાગલ થાઉં છું..મારે આવું ના જોવું જોઈએ. પણ શું કરું, બધી સિરિયલ જોઈ લીધી, કોઈ સારા મૂવીઝ નથી આવી રહ્યા, તો મારે કંઈક તો કરવું…તો સાલું ખાલી દિમાગ ચકરાવે ચડ્યું કે આ દલિત શું છે? આ ભગવાન છે પણ કે નહિ? અને છે, તો સાવ આવો નફ્ફટ નાલાયક થઈને કેમ બેસી રહ્યો છે? કેમ હાલ પૃથ્વી પર અવતરતો નથી? એને હજુ શેની રાહ જોવી છે?
હું એક એવી વ્યક્તિ છું જે માત્ર એણે વિચારેલા ફેન્ટેસી વર્લ્ડમાં રહેવા માંગે છે. ક્યારેય માનવા તૈયાર નહિ કે ભગવાન હોય, કાસ્ટ હોય, રિલિજિયન હોય.… બસ એક જ વાત…ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, બાકી બધાં અજાણ્યા લોકો હોય જેમને જાણવાની આતુરતા બહુ હોય. મેં હંમેશા વિરોધ કર્યો છે આ કાસ્ટનો. કોઈ વ્યક્તિ તમને કાસ્ટ પૂછે જ કેમ? કેમ મેલું ઉપાડવું એ વારસાગત છે? કેમ હજુ એવું નથી હોતું કે જેને જે કામ ગમે એ જ કરે? બહુ બધા ક્વેશ્ચન્સ!! આજે આ બધા તોફાનોના વિડીયો પણ નથી જોવાતા. આટલા સમયથી મારા મનને, દિલને દૂર રાખ્યું આવી વાતોથી…એવું વિચારીને કે જેની આંખો પીળી હોય એને બધું પીળું જ દેખાય. મારે નથી જોવી દુનિયા બીજા લોકોની નજરથી. મારે એને મારી રીતે જોવી છે. અરે દુનિયા કેટલી કલરફુલ છે. કેમ એને આવી કાળી ગંદી નજરથી જોઉં? લોકો હાલ દંગલ કરે, રેલી કાઢે… મને બીક લાગે છે બહુ. એવું થાય કે નવી પેઢી ફરી આવું વિચારવા લાગશે કે હા, કાસ્ટ હોય…કાસ્ટિઝમ હોય!
મને એ નથી સમજાતું જયારે ઉનામાં આવું થયું ત્યારે આસપાસના લોકો કેમ વીડિયો બનાવવા માટે જખ મારતા હતા? કેમ કોઈને એવું ના સમજાયું કે કોઈ માણસ એનું કામ કરે છે, જો એ ના કરે તો ખરેખર ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે? અને એવું કામ કરતાં વ્યક્તિને કોઈ અજાણ્યા ખબર નહીં કેવા હિંસક પશુ જેવા લોકોએ માર્યું…આટલી ગંદી રીતે.
રાજનાથ સિંહને હાલ સાંભળ્યા. એમણે કીધું કે ગુજરાત ગવર્મેન્ટ એનું કામ બખૂબી કરી રહી છે. પણ મને એ નથી સમજાતું કે તમારી ગવર્મેન્ટમાં એટલો પાવર કેમ નથી કે કોઈપણ વ્યક્તિ ભલે એ દલિત હોય કે સવર્ણ, ડરે કોઈ ખોટા કામ કરતાં, આવા ગેરકાનૂની કામ કરતાં?
વાત કરું આપણા મિત્રોની. આમ તો 'બેસ્ટ ફ્રેન્ડઝ ફોરેવર' જેવી લાઇન્સ બહુ ફેમસ હોય. તો જયારે આવી ઘટનાઓ બને ત્યારે એ લોકો ક્યાં હોય છે? અત્યારે ચાલી રહેલા પ્રોટેસ્ટમાં કેમ ખાલી દલિત લોકો પ્રોટેસ્ટ કરે? કેમ આખો દેશ નહિ? એનો મતલબ એ છે કે બાકી લોકો આ વાતથી સહમત છે કે વિકટીમ લોકો સાથે જે થયું એ બરાબર હતું???

જવાબ મને જે મળી રહ્યો છે મારા મનથી એનાથી મને ડર લાગે છે. હા, લોકો માને છે કાસ્ટમાં. અત્યારે દરેક વ્યક્તિએ આ પ્રોટેસ્ટનો ભાગ બનવું જોઈએ, જો તમે કાસ્ટિઝમમાં ના માનતા હોય તો. ઘરે બેઠા વાતો કરવી છે "અરે અરે ખોટું થયું", તો તમે બતાવોને ખોટું થયું. કેમ અંદર રાખો છો? લોકો બિચારા ખરેખર એટલા ભોળા છે? આ વાતનો ફાયદો દરેક પોલિટિકલ પાર્ટી ઉઠાવી રહી છે. રાજનાથ એવું કહે છે કે કૉંગ્રેસ સરકાર હતી ત્યારે પણ દલિતો પર બહુ બધા અત્યાચાર થયા. પણ નંગ માણસ…ડોબા માણસ, તું એમ કેમ નથી વિચારતો કે આમાં સરકાર શું કરે છે? આગ લગાવીને દરેક પાર્ટી રોટલા શેકે પોતાના. રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે, વિક્ટિમ્સને મળવા. વળી રહી જતા હતા તે કેજરીવાલ પણ આવે. એ લોકો આ બધા ટાઈમે આવે. તો શું એ લોકો દલિતોને હેલ્પ કરશે? ના. એવું નથી થવાનું. આ બધા જ મતલબી.
બદલવાનું આપણે છે, બદલાવાનું આપણે છે. આપણે કોઈને દલિત નથી સમજવાનું... આપણે કોઈને સવર્ણ નથી સમજવાનું. પહેલાં આપણે આપણા મનની દલિતગ્રંથી કાઢવી પડશે. મારા માટે એ દરેક વ્યક્તિ દલિત છે જે કોઈને દલિત સમજે છે. દલિત પોતે દલિત છે કેમ કે એ જ એમાંથી બહાર નથી આવતો. કોઈ દલિત નથી દુનિયામાં. મને પોલિટિક્સ નથી સમજાતું. પણ એટલું તો સમજાય છે કે લોકો ફાયદો ઉઠાવે છે આવી સિચ્યુએશન્સનો. અને છેલ્લે, હું પોતે પણ એ જ છું જેને તમે દલિત કહો છો. પણ હું કન્ફયુઝ છું કે એનો મતલબ શું થાય? કેમ એ ગાળ જેવું લાગે છે? કેમ?
- Pooja
***
આ લખનાર છોકરી કોઈ લેખક નથી. પોતાની મસ્તીમાં રહેતી બાકીની દુનિયાથી બેખબર અને બેફિકર મસ્તમૌલા છે. એણે ક્યારેય કોઈ વાર્તા, આર્ટિકલ કે એવું કંઈ જ લખ્યું નથી. ના, આ એણે લાઇક્સ કે કૉમેન્ટ્સ મેળવવા નથી લખ્યું, ક્યાંય મૂક્યું પણ નથી. આ ખાલી બળાપો નથી. એના જેવા જ હજારો-લાખો યુવાનોના મનમાં ચાલતી ગડમથલ છે કે કઈ દુનિયા સાચી છે? જેમાં એના જેવા લોકો સોનેરી સપના જોઈને એવી દુનિયા બનાવવા મથતા રહે છે એ? કે પછી એમની એવી દુનિયાને ક્ષણભરમાં તોડી પાડીને કાળઝાળ વાસ્તવિકતા બતાવતા આ ઉનાના નીચ-નરાધમોની દુનિયા? આ સવાલ એણે મને પૂછ્યો છે, તમને પૂછ્યો છે. પણ એથી વધારે આ ખુદને જ પૂછાયેલો સવાલ છે. કદાચ વર્ષોથી પૂછાતો રહેલો સવાલ છે. અને આવા લાખો નવી પેઢીના ભારતીયો છે જેને આ જ સવાલો મનમાં ઘૂમરાયા હશે.

હલી ગયો છું આ વાંચીને. ના, બધાંને દલિત-દલિત કે સવર્ણ-સવર્ણ નથી કરવું. દરેકની પોતપોતાની જિંદગી છે, 'ને દરેકને એમાં મસ્ત રહેવું છે, જલસાથી જીવવું છે. પણ આવું કંઈક થાય છે, 'ને હલી જવાય છે. શું સંદેશો આપી રહ્યા છીએ આપણે આપણી નવી જનરેશનને? નફરતનો? વાડાબંધીનો? વેર-ઝેરનો? ક્યાં સુધી આપણે આપણી માનસિક ગંદકીનું પ્રદર્શન કરતા રહેવું છે? ક્યાં સુધી ગંધાતો ગર્વ લઈને ફર્યા કરવું છે? "મારો દેશ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે" એવા વહેમ લઈને હું ફર્યા કર્યો છું. પણ ત્યારે જ આવું કંઈક થાય છે, 'ને સમજાય છે કે આપણે હજુ ત્યાંના ત્યાં જ છીએ, એક તસુ પણ ખસ્યા નથી.
બહુ જ નિરાશ થઇ જાઉં છું ક્યારેક. નાનો હતો ત્યારથી એક સપનું છે કે આ દેશ માટે કંઈક કરવું છે, એના લોકો માટે કંઈક કરવું છે. અનેક તકો અને પ્રલોભનો છતાંય ક્યારેય આ દેશ છોડીને જતા રહેવાનો વિચાર નથી આવ્યો. આ ધરતીના ઇંચ-ઇંચ ટુકડા સાથે પ્રેમ છે મને. એના લોકોથી પ્રેમ છે. હું "મેરા ભારત મહાન" છું. ગજ ગજ છાતી ફુલાવી છે તિરંગાને ફરકતો જોઈને. રાષ્ટ્રગીતના એક એક શબ્દ પર ધબકારને ધક ધક કરીને હામી પુરાવતો સાંભળ્યો છે.
પણ...અને... હવે ગળે ડૂમો ભરાયો છે, આંખ ભીની થઇ ગઈ છે. ખબર નથી પડતી કે આ દેશ ખરેખર "મારો" છે? જે લોકો માટે મારે કંઈક કરી જવું છે એ લોકો મને "પોતાનો" સમજે છે? ક્યારેય સમજશે?
No comments:
Post a Comment