તું ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે જ મરી ગયો.
એ એક કાર-એક્સિડેંટ હતો. બહુ જોરદાર નહીં, તો ય જીવ તો ગયો જ. પાછળ બે બાળકો અને પત્નીને રડતાં છોડીને. આમ તો એ દર્દ-રહિત મોત હતું. 108 વાળાએ તો તને બચાવવા બહુ મહેનત કરી, પણ કોઈ ફાયદો નહીં. સાચું કહું તો તારું શરીર એટલી ખરાબ રીતે કચડાઈ ગયું હતું કે સારું થયું કે મરી જ ગયો.
અને પછી તું મને મળ્યો.
" શું... શું થયું મને ?" તેં પૂછ્યું, " હું ક્યાં છું ?"
" તું મૃત્યુ પામ્યો," મેં કહ્યું, એકદમ સીધું જ. શબ્દો ચોરવાનો કોઈ મતલબ પણ નહોતો.
" એક....એક ટ્રક હતો..અને એ સડસડાટ ધસી જ ..."
"હા." મેં કહ્યું.
"હું...હું સાચે મરી ગયો?"
"હા. પણ એનું ખરાબ ના લગાડ. હરકોઈ મરે જ છે."

તેં આજુબાજુ જોયું. બધે સાવ ખાલીપો હતો. બસ તું અને હું. " આ કઈ જગ્યા છે ?" તેં પૂછ્યું, "શું આ જ મૃત્યુ બાદનું જીવન છે ?"
"કૈંક એવું જ." મેં કહ્યું.
"તમે ભગવાન છો ?"
"હા." મેં કહ્યું, "હું જ ભગવાન છું."
"મારા છોકરાં...મારી પત્ની," તું બોલ્યો.
"એમનું શું છે ?"
" એ ઠીક તો છે ને?"
"આ ગમ્યું મને," મેં કહ્યું, " તું હાલ જ મૃત્યુ પામ્યો, અને તો પણ તારી પહેલી ચિંતા તારા પરિવાર માટે છે. આ બહુ ગમ્યું મને."

તેં અહોભાવથી મારી સામે જોયું. તને હું ભગવાન જેવો ના લાગ્યો. હું બસ કોઈ સામાન્ય પુરુષ જેવો જ હતો. કે સ્ત્રી જેવો. કદાચ કોઈ નકામી સત્તાદર્શક વ્યક્તિ જેવો. શાળાના કોઈ વ્યાકરણના વિષયના માસ્તર જેવો. "
"ચિંતા ના કર," હું બોલ્યો, " એ બધાં મજામાં રહેશે. તારાં બાળકો હંમેશા તને બધી રીતે સંપૂર્ણ વ્યક્તિ તરીકે યાદ કરશે. તારા માટે ઘૃણા થાય એટલા ઓળખવાની એમને હજુ તક નહોતી મળી. તારી પત્ની બહારથી રડશે, પણ અંદરખાને છૂટકારાનો શ્વાસ લેશે. સાચું કહું તો, આમ પણ તારું લગ્ન-જીવન તૂટવાનું હતું. જો તને જાણીને સારું લાગે એમ હોય તો, તારી પત્ની છૂટકારાની લાગણી મહેસૂસ કરીને અપરાધભાવ અનુભવશે. "
" આહ," તેં કહ્યું, " તો હવે શું થશે ? હું સ્વર્ગમાં જઈશ કે નરકમાં ?"
"એક્કેયમાં નહીં," મેં કહ્યું, " તું ફરીથી જન્મ લઇશ."
"ઓહ, એટલે કે હિન્દુઓ સાચા હતા."
"દરેક ધર્મ એની રીતે સાચો જ હતો," મેં કહ્યું, "મારી સાથે ચાલ."

તું મારી પાછળ આવ્યો, ને આપણે શૂન્યાવકાશમાં ચાલવા લાગ્યા.
"આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?"
"આમ તો ક્યાંય નહીં," મેં કહ્યું, " વાત કરતાં કરતાં ચાલીએ તો સારું એમ."
"તો પછી આ બધાંનો મતલબ શું ? હું ફરી જન્મ લઇશ ત્યારે હું સાવ કોરી પાટી થઈ જઈશ, બરાબર ? એક નાનું બાળક, મારી આ જિંદગીના બધાં અનુભવો અને બધું જ ધૂળમાં મળી જશે."
"એવું નથી. તારી બધી જ પાછલી જિંદગીઓનું જ્ઞાન અને અનુભવો બધું જ તારી અંદર જ સચવાયેલું છે. તને બસ એ બધું અત્યારે યાદ નથી."

મેં ચાલવાનું અટકાવીને તારા ખભે હાથ મૂક્યો ,"તારો આત્મા, તું કલ્પના કરી શકે એના કરતાં પણ વધારે પ્રભાવી, સુંદર અને પ્રચંડ છે. માણસનું મગજ તો તું જે છે એનો બહુ નાનકડો ભાગ સાચવી શકે છે. જેમ તું પાણી ભરેલા પ્યાલામાં આંગળી નાખીને જોઈ જુએ છે કે પાણી ગરમ છે કે ઠંડું; તું તારી જાતનો થોડોક હિસ્સો એ પાત્રમાં નાંખે છે, અને જ્યારે બહાર નીકળે છે ત્યારે તારી પાસે એનો બધો જ અનુભવ હોય છે. "
"તું છેલ્લાં 48 વર્ષથી મનુષ્ય રહ્યો છે, એટલે હજુ તને તંગ થઈને તારી અમાપ ચેતનાનો અહેસાસ થતાં વાર લાગશે. જો આપણે લાંબો સમય ત્યાં રહીશું તો તને બધું જ યાદ આવવા લાગશે. પણ દરેક જીવન વચ્ચે એવું કરવું જરૂરી નથી."
" તો મારો કેટલીવાર પુનર્જન્મ થઈ ચૂક્યો છે ?"
"ઘણી વખત. બહુ જ બધી વખત. અલગ અલગ જિંદગીઓમાં. આ વખતે તું ઈસવીસન 540માં ચીનના એક ખેડૂતની દીકરી તરીકે જન્મ લઇશ. "
" હેં, શું ?" તું થોથવાયો," તમે મને સમયમાં પાછો મોકલી રહ્યા છો?"
" આમ જોવા જઈએ તો, હા ! સમય, જે રીતે તું સમજે છે એ રીતે, ફક્ત તમારી જ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. હું જ્યાંથી આવું છું, ત્યાં બધું અલગ હોય છે."
"તો તમે ક્યાંથી આવો છો ?"
"અરે હા," મેં સમજાવ્યું, " હું પણ ક્યાંકથી તો આવું જ છું. બીજે ક્યાંકથી. અને ત્યાં બીજા પણ મારા જેવા લોકો છે. મને ખબર છે કે ત્યાં બધું કેવું હશે એ જાણવાની તને ઉત્કંઠા હશે જ, પણ મારી વાત માન, એ બધું તું નહીં સમજે. "
"અરે." તું થોડો ઉદાસ થયો, "પણ સાંભળો ને, જો બીજા કોઈ સમયમાં મારો પુનર્જન્મ થઈ શકતો હોય, તો એવું પણ શક્ય છે ને કે મેં ક્યારેક મારા જ બીજા કોઈ જન્મ સાથે વાતચીત કરી હોય ?"
" હાસ્તો. એવું તો ઘણી વાર થાય. અને એ બંને જન્મ ફક્ત પોતાના જીવનકાળ વિષે જ જાણતાં હોવાથી તને એ પણ ના ખબર પડે કે એવું થઈ રહ્યું છે."
"તો આ બધાંનો મતલબ શું ?"
"ખરેખર?" મેં પૂછ્યું, " ખરેખર તું મને જીવનનો અર્થ પૂછી રહ્યો છે? આ પ્રશ્ન તને બીબાંઢાળ ના લાગ્યો ?"
"પણ તો ય એ વાજબી પ્રશ્ન છે !" તેં વાત પકડી રાખી.

મેં તારી આંખોમાં જોયું. " જીવનનો અર્થ.... મેં આ આખી દુનિયા એટલે બનાવી કે જેથી તું પરિપક્વ થઈ શકે."
" તમારો મતલબ કે મનુષ્યજાત ? તમે અમને પરિપક્વ બનાવવા માંગો છો ?"
" ના, ફક્ત તું જ. મેં આ આખી દુનિયા ફક્ત તારા માટે જ બનાવી. દરેક નવા જીવન સાથે તું વિકસે છે, પાકટ થાય છે, અને તારી બુદ્ધિશક્તિ વિસ્તરે છે. "
" ફક્ત હું જ ? તો આ બીજા બધાંનું શું ?"
" બીજું કોઈ છે જ નહીં." મેં કહ્યું, " આ સકળ વિશ્વમાં ફક્ત હું અને તું જ છીએ. "

તું આંખોમાં ખાલીપો આંજીને મને જોઈ રહ્યો, " પણ તો પછી આ ધરતી પરના આટલા બધાં લોકો..."
"બધાં તું જ. તારાં જ અલગ-અલગ જન્મ. "
" શું ? આ બધાં હું જ છું ?"
"હવે તું સમજ્યો." એટલું બોલીને મેં તારી પીઠ થપથપાવી.
" આજ સુધી જીવેલો દરેક માણસ મારો જ કોઈને કોઈ જન્મ હતા ?"
" હા. અને જે જન્મ લેશે એ બધાં પણ. "
" હું જ અબ્રાહમ લિંકન છું ? હિટલર પણ હું જ ?"
" અને એણે મારેલાં લાખો લોકો પણ તું જ !"
"હું જ ઇસુ ખ્રિસ્ત ?"
"અને એને અનુસરનારા દરેક માણસ પણ તું જ !"

તું અવાક થઈ ગયો.
"જેટલી વાર તેં કોઈને શિકાર બનાવ્યો છે, એટલી વાર તું ખુદનો જ શિકાર કરતો હતો. તેં કરેલું દરેક દયાનું કામ તેં તારી જાત સાથે જ કર્યું છે. કોઈ મનુષ્ય દ્વારા જીવાયેલી કે હવે જીવાશે એવી કોઈ પણ પ્રસન્નતાની કે ઉદ્વેગની ક્ષણ તારા દ્વારા જ અનુભવાયેલી છે."
તું બહુ લાંબા સમય સુધી વિચારોમાં ગરકાવ રહ્યો.
"કેમ ? આ બધું શા માટે ?"
"કેમ કે કોઈ દિવસ તું મારા જેવો બનીશ. કેમ કે તું પણ એ જ છે. તું મારો જ એક હિસ્સો છે. તું મારું જ સંતાન છે. "
"ઓહો." તું ખુશ થઈ ગયો, " મતલબ કે હું જ ભગવાન છું?"
" ના, હજુ નહીં. તું હજુ ગર્ભ છે. તું વિકસી રહ્યો છે. એકવાર તું સમયના આયામ પર જીવાયેલી દરેક જિંદગી જીવી લે, પછી જ તું જન્મ લેવા જેટલો પક્વ થઈશ."
"મતલબ કે આ આખી દુનિયા, એ ફક્ત..."
"...ફક્ત એક ઈંડું છે. " મેં જવાબ પૂરો કર્યો, "...અને હવે તારે તારા નવા જન્મમાં દાખલ થવાનો સમય થઈ ગયો છે. "
અને મેં તને તારા રસ્તે મોકલી દીધો.
Writer - Andy Weir
ભાવાનુવાદક - બીજું તો કોણ હોય ! tongue emoticon
ભાવાનુવાદક - બીજું તો કોણ હોય ! tongue emoticon

No comments:
Post a Comment