" બસ 1200 રૂપિયા, સાહેબ." હતોત્સાહ કોંસ્ટેબલે જવાબ આપ્યો.
"કેટલો ખરાબ દિવસ છે! 11 તો વાગી ગયા છે. ત્રાસ જેવી નોકરી, ને કદર વગરનું ડિપાર્ટમેંટ. 15 વરસની નોકરી પછી ય આટલા વાગ્યે ઘુવડની જેમ સૂમસામ રસ્તા પર ભટકવું પડે છે."
" હજુ તો રાત શરૂ થઈ છે, સાહેબ . થોડી વાર રાહ જુઓ, કૈંક તો મળશે જ."
"મળવું જ જોઈએ. 1200 રૂપિયામાં તો સારું ખાવાનું ને વ્હિસ્કી ના મળે."
* થોડીક વાર પછી *
" સાહેબ, એક ગાડી આવે છે."
"સરસ ! ઊભી રખાવ, ને આ વખતે મને હેન્ડલ કરવા દે. BMW હોય તો સારું. મોટો તોડ કરવો હોય તો પૈસાદાર પાર્ટીને જ ખંખેરાય."
"સાહેબ, આ તો જૂની ફિયાટ છે."
"ઘંટ જેવી જિંદગી છે સાલી !"
*** ***
*** ***
કોન્સ્ટેબલે ઈશારો કર્યો. ખખડધજ ફિયાટ ઊભી રહી.
" સાહેબ, કોઈ પ્રોબ્લેમ છે ?" ડ્રાઇવર-સીટમાં બેઠેલા પચાસેક વર્ષના માણસે પૂછ્યું, ".... કેમ કે આ મારા છોકરાને અત્યારે એક બસ પકડવાની છે."
" સાહેબ બોલાવે છે. ગાડીના પેપર લઈ આવ," એની વિનંતી અવગણીને કોંસ્ટેબલે ડિમાંડ કરી.
પેલા માણસે પેપર્સ કાઢ્યા, ને એના છોકરા સાથે બહાર નીકળીને પટ્રોલ-કાર સુધી ચાલીને ઇન્સ્પેક્ટરના હાથમાં પેપર્સ આપ્યા.
" સાહેબ, મારા દીકરાને બસ માટે મોડું થાય છે, એને ટ્રેનિંગ માટે અત્યારે જ હૈદરાબાદ જવા નીકળવાનું છે, મેહરબાની કરીને જલ્દી કરો."
" સાહેબ, મારા દીકરાને બસ માટે મોડું થાય છે, એને ટ્રેનિંગ માટે અત્યારે જ હૈદરાબાદ જવા નીકળવાનું છે, મેહરબાની કરીને જલ્દી કરો."
" હમ્મ.. જોવા દે, લાઇસેંસ...છે. વીમો...છે. આર.સી. બૂક...છે. પીયૂસી... એક મિનિટ. તમારું પીયૂસી સર્ટિફિકેટ કાલે જ એક્સપાયર થઈ ગયું છે... રિન્યૂ કેમ નથી કરાવ્યું ? તમારે આ દેશને પ્રદુષિત કરી મૂકવો છે ?"
"સાહેબ, એ મને આજે સવારે જ ખબર પડી, પણ બધાં ટેસ્ટિંગ-સેન્ટર બંધ હતાં. આઈ એમ સોરી. કાલે સૌથી પહેલું એ જ કામ કરીશ. હવે અમને જવા દો, અમે ઓલરેડી લેટ થઈ ગયા છીએ."
" એમાં હું શું કરું ? તમે કાલે જ કેમ ના કરાવ્યું ? તમારે દંડ તો આપવો જ પડશે... 500 રૂપિયા લાવો."
માણસે આંખો ફેરવી, અચકાતાં-અચકાતાં પાકીટ કાઢ્યું, 500 રૂપિયાની નોટ કાઢીને ઈન્સ્પેકટરને આપી, ને જવા માટે ફર્યો. પણ જુવાન છોકરાએ બાપને અટકાવ્યો,, ઈન્સ્પેકટર તરફ ફર્યો, અને કહ્યું," સર, દંડની રિસીપ્ટ આપો."
"રિસીપ્ટ ? તું વાત કોની જોડે કરે છે, એલા ?"
" સર, મને આની રિસીપ્ટ મળવી જ જોઈએ. "
"રિસીપ્ટ જોઈતી હોય તો 1000 રૂપિયા થશે. "
" કોઈ વાંધો નહીં, લો આ.. " છોકરાએ બીજી 500 ની નોટ કાઢી આપી.
ઇન્સ્પેક્ટરે નોટ લઈને ખિસ્સામાં નાખી, બોલ્યો- " અત્યારે મારી જોડે રિસીપ્ટ-બૂક નથી. કાલે સ્ટેશને આવીને લઈ જજે. "
છોકરાનો અવાજ ઊંચો થઈ ગયો, " મારે હાલ જ રિસીપ્ટ જોઈએ."
"ગધેડીના, માપમાં રહે. મારી જોડે મગજમારી રહેવા દે." ઈન્સ્પેકટર પણ ઊકળ્યો.
બાપે છોકરાને ખેંચીને લઈ જવા પ્રયત્ન કર્યો- " બેટા, તું આમાં ના પડ. બસ ચૂકી જઈશ. તારી કેરિયર વધારે ઇમ્પોર્ટેંટ છે. ચલ તું."
" સર, તમે મને ગાળો ના દઈ શકો. તમે પબ્લિક સર્વન્ટ છો. તમારા છીછરા વર્તાવ માટે હું તમારી વિરુદ્ધ કમ્પ્લેંટ રજિસ્ટર કરાવીશ. "
છોકરો આગળ કશું બોલે એ પહેલાં ઈન્સ્પેકટરના રાક્ષસી તાકતવાળા હાથની હથેળીની છાપ છોકરાના ગાલ પર પડી. છોકરાએ સંતુલન ગુમાવ્યું અને ભોંય-ભેગો થઈ ગયો. એટલા જોરથી એને થપ્પડ પડેલી કે એનો ગાલ લાલ રંગથી રંગેલો હોય એવું જ લાગતું હતું.
" જા... જા. જઈને નોંધાવ ફરિયાદ તારા બાપને. સુવ્વરની ઔલાદ. તને ખબર નથી કે તું કોની જોડે ભિડાયો છે. તને ડ્રગ-ડિલિંગ માટે સળિયા પાછળ નાખી દઇશ ને તારા આ બાપને વેશ્યાની દલાલી માટે જેલ-ભેગો કરીશ ત્યારે તને ભાન પડશે કે ચૂપચાપ જતાં રહેવા જેવુ હતું. હવે મારી-મારીને બંનેની ખાલ ઉતારી દઉં એ પહેલાં અહીથી રવાના થઈ જાઓ."
અચાનક જે થયું એ બધાંથી ડઘાયેલા માણસે એના છોકરાને ખેંચીને કારમાં ધકેલ્યો, દરવાજો બંધ કર્યો. છોકરો હજુ ગુસ્સાથી ધગધગતો હતો. માણસ પાછો ઈન્સ્પેકટર જોડે ગયો અને વાતને વાળવા પ્રયત્ન કરવા લાગ્યો- " સાહેબ, છોકરાને માફ કરી દો. ગરમ ખૂન છે, નાદાન છે. પ્લીઝ અમારા પેપર્સ આપી દો અને જવા દો, એ આ ટ્રેનિંગ મિસ કરી શકે એમ નથી."
" તારા છોકરામાં થોડીક અક્કલ ભર, ડોસા. જો એ નોકરીમાં ય આવું જ કરશે તો કંપની-વાળા લાત મારીને કાઢી મૂકશે. અને ક્યારનો ટ્રેનિંગ-ટ્રેનિંગ મંડ્યો છે, તે ટ્રેનિંગ શેની છે ?"
" સર, આઇપીએસ ઓફિસરની ટ્રેનિંગ. નેશનલ પોલિસ એકૈડમી, હૈદરાબાદ. હમણાં જ સિવિલ સર્વિસિસની એક્ઝામ પાસ કરી છે, અને આઇપીએસમાં સિલેક્ટ થયો છે."
અને, ઇન્સ્પેક્ટર પરસેવે રેબઝેબ થઈ ગયો !
Writer - Prathyaksh Shetty
ભાવાનુવાદક - બીજું તો કોણ હોય ! tongue emoticon
ભાવાનુવાદક - બીજું તો કોણ હોય ! tongue emoticon
( લેખકની પરવાનગી અને રાજી-ખુશીથી થયેલો ભાવાનુવાદ. સંવાદોમાં થોડાક ફેરફાર કરવા પડે એમ હતાં. અંગ્રેજીમાં સહજ લાગતી ગાળો ગુજરાતીમાં લખાય એમ નહોતી. એટલે પોલિસ-વાળા exactly કઈ જગ્યાએ કઈ ગાળો બોલ્યા હશે એ સ્વ-બુદ્ધિથી સમજી લેવું. જય ગોગ બાવજી ! tongue emoticon

No comments:
Post a Comment