અચાનક મેસેજ ટોન વાગે છે . મેસેજ-બોક્સ ખૂલે છે .
" ઓયે ... ધાબા પર આવ ! "
" કોના ધાબા પર ? " - વળતો reply .
" તું તારા અને હું મારા ધાબા પર , ડોબા ! "
" પણ કેમ અત્યારે ? "
" અરે જો ને , બહાર કેટલો મસ્ત વરસાદ પડે છે ! "
" પણ તું તારા ધાબા પર , હું મારા ધાબા પર , એમાં મજા શું આવે ? "
" ધાબા અલગ હોય તો શું થઈ ગયું ? આકાશ તો એક જ છે ને ! એક જ વરસાદમાં પલળવાનું . મને બહુ જ મન થયું છે , ચાલને ! "
" ના હો ! મને વરસાદ નથી ગમતો , તને ખબર છે ને ? "
" એમ તો તને પહેલા હું પણ ક્યાં ગમતી હતી ? "
" પણ મને શરદી થઈ જશે પલળીશ તો . કાલે શનિવાર છે , એટલે વહેલા નહીં ઉઠાય તો સ્કૂલમાં રજા પડશે ! "
" ભણેશરીનો ડાંડિયો !! તું નહિ આવે તો પણ હું તો જવાની જ . મારે તો મન મૂકીને નાચવું છે ! "
" સારું જા . "
" હહ ... હું તો આ ઉપડી . હવે મેસેજ-બેસેજ ના કરતો . મોબાઇલ ઘરમાં મૂકીને જાઉં છું , અને મમ્મીને lock ખોલતાં આવડી ગયું છે ! "
" સારું મારી માં ... નહિ કરું ! "
" તંબૂરો ! બાપુજી જેવો તો તું છે , પલળવાનું ય નથી ગમતું . અકડુ સાલો ! "
" અરે યાર ... "
" તું નહિ જ આવે ને ? તેલ પીવા જા . મારાથી હવે નહિ જ રહેવાય . હવે reply ના કરતો . ટાટા . લવ યૂ ! "
*** *** ***
થોડીવાર મોબાઇલ સામે જોયું ... હવે તો એ જતી રહી હશે . બહાર ઝરમર ઝરમર વરસતો વરસાદ જોર પકડી રહ્યો છે . દફ્તર ખોલ્યું , કેમિસ્ટ્રિની ચોપડી કાઢી . વાંચવાનું ચાલુ કર્યું . થોડીવાર પછી એક લીટી આવી : " સોડિયમના પાણી સાથેના કેમિકલ રિએક્શનથી ભડકો થાય ! "
અને અચાનક ધાબા પર હાથ ફેલાવીને વરસાદને પોતાનામાં સમાવીને નાચતી એ છોકરી યાદ આવી ... સોડિયમ કરતાં વધુ વિસ્ફોટક એ છોકરી ધાબા પર મોર બનીને નાચતી હતી , અને વળી વરસાદ પણ પડતો હતો ! ભડકો તો થવાનો જ હતો , ના થાય એની નવાઈ હતી !
અચાનક ચોપડી ફગાવી , દોટ મૂકી ધાબા પર ... વરસાદના બૂંદો સાથે અલ્લડ જવાનીનું કેમિકલ રિએક્શન થઈ રહ્યું હતું એક ધાબા પર , અને બીજા એક ધાબા પર વિસ્ફોટ થઈ રહ્યા હતા ! આ કુદરતની પ્રયોગશાળા હતી , અને ઉપરવાળો બેઠો બેઠો ખેલ જોઈ રહ્યો હતો , ધીમું ધીમું મુસ્કુરાઈ રહ્યો હતો !!

ભાઈ વૈભવ, મસ્ત લખે છે યાર, મજા આવી ગઈ...
ReplyDelete